Computer Chalisa

કોમ્પ્યુટરચાલીસા

( E-સાક્ષરતા અભિયાન માટે મારી નજરે મારું કોમ્પ્યુટર)

 

ઉજ્વળ ભવિષ્યની જ્યોત જગાવીએ, ચાલો આજેજ કોમ્પ્યુટર શીખીયે.

પ્રગતિનો પંથ થયોછે લાંબો, કલમ ની સાઈકલ નહી ચાલે...

કોમ્પ્યુટર ની પાંખે ઉડીએ ને, સફળતાના આકાશને ચુમીયે..

 

ચાલો જાદુઇ ચીઝ ને માણીયે, ચાલો આજેજ કોમ્પ્યુટર શીખીયે.

 

જે પણ વ્યવસાય હોય તમારો, કોમ્પ્યુટર ચાકર બનશે તમારો.

આયોજન ને હીસાબ કરે , એ ક્લર્ક, મેનેજર, મેહતાજી તમારો...

બેંક,દવાખાના ને બીગ બાઝાર, રંગ બનાવટ કે શેર બાઝાર..

હોય શ્કૂલ, ઉધોગો કે સંગીતકાર, સૌની રાખે એ પુરી સંભાળ..

 

ચાલો આપણે પણ તેના થઇએ, ચાલો આજેજ કોમ્પ્યુટર શીખીયે.

 

ઇન્ટરનેટના તાણેવાણે.. આખી દુનિયા ગુંથી..

પલભરમા સંદેશા સાથે, મોકલે શગુન ની સુંથી..

(ATM. Credit Card, Money Gram)

પીસી, લેપટોપ ને ટેબલેટે આખી દુનિયા નાથી,

આઇ-ફોન ને આઈ-પોડે સઘળી સગવળતા આપી.

જયાં ફેસબુક, ટ્વિટર ને ઓરકુટ  સંબંધોના તાતણાં બાંધે

ગુગલ મરજીવો DATA  દરિએથી સાચામોતીડા સાધે.

 

WWWની નાવ મહીં DATAનો સાગર ખેડીયે, ચાલો આજેજ કોમ્પ્યુટર શીખીયે.

 

વરને કન્યાતક પહોંચાડે, વિઘવાને બીજવર..

ચેટ , ઇ-મેલ ને MMSની સસતી છે સગવડ.

સારાનરસા હર પ્રસંગે, સૌની મદદ એ કરતું,

કંકોતરી કે શ્રઘ્ઘાંજલી છાપી, સુખદુખ વહેચીદેતું.

 

તરશ્યા રહી મૃગજળ નહીંજોતા , થોડા નદીક જઇયે, ચાલો આજેજ કોમ્પ્યુટર શીખીયે.

 

નવરાત્રીમાં ગરબેઘુમવા, સંગીત ની છોળ ઉડાડે,

પાર્ટીની શાન ને ગેમશોની જાન બની એ સૌની નિંદ ઉડાડે.

 

KBC ના કમ્પ્યુટરજી ની હવેતો ઓળખ મેળવીયે,  ચાલો આજેજ કોમ્પ્યુટર શીખીયે.

 

બળકને બહેલાવે એ, યુવાને યશ અપાવે

યુવતિનું યૌવન નીખારે, ગૃહીણી નુ ઘર સજાવે

ફેશનમા નિત નવું સંવારે,ડ્રેસ ડીઝાઇન ના સથવારે..

ઘરેણાના ઘાટ ઘડી એ સુદર યૌવના સજાવે.

 

આકળીયુગ ના કલ્પવૃક્ષ ની લીલી ડાળીયે ઝુલીએ, ચાલો આજેજ કોમ્પ્યુટર શીખીયે.

 

ફોટોગ્રફી ને ફિલ્માંકન થી સ્વપ્નદુનિયા બતાવે,

કાળાને રૂપાળા દેખાડે,ઈતિહાસ જીવંત બતાવે .

(Dinosaurs in Jurassic Park)

 

આ જાદુઇ મશીન ના તાળાની હાલો ને ચાવી ખોળીયે. ચાલો આજેજ કોમ્પ્યુટર શીખીયે.

 

અતિશૂક્ષ્મ પરમાણુ રચના ને વિરાટ બ્રમ્હ સમજાવે

ગણિત, વિજ્ઞાનની જટિલ ગુથ્થિઓ, પળભરમાં સુલજાવે

વિચારો ને પરિકલ્પનાને, મુર્ત સ્વરૂપ એ આપે,

બિલ્ડીંગ , પુલ કે વિમાન ને, બન્યા પહેલાજ બતાવે.

 

સાચુ કહું આ મહામુર્ખ ને બુધ્ધિ દેતા થઈયે. ચાલો આજેજ કોમ્પ્યુટર શીખીયે.

(By Programming)

ચૈતન્યને સપનામાં આવે, કરે એ મનની વાત,

લાલુની જો લખાય કવિતા, કર તું મારી શરૂઆત...

જે કોઈ આ ચાલીસા વાંચે ને સળવળે જોતેનું મન

ભવસાગર એ તરીજશે જો કોમ્પ્યુટરનો નછોડે સંગ

 

E-સાક્ષરતા દ્વારા રાષ્ટ્ર ઉત્થાન...

ચૈતન્ય જે. નથવાણી (B.Sc.,DCS,MCA)

(Smart Computer Academy